માળીયા તાલુકામાં મતદાન જન જાગૃતિ રથ દ્વારા વીવીપેટ વોર્ટીગ મશીનનું નિદર્શન.

લોકોને મતદાન કરવા અંગે માર્ગદર્શન અપાયું

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૭ માં પ્રથમ વાર વીજાણુ મતદાન યંત્ર તથા વીવીપેટ નો મતદાન કરવામાં ઉપયોગ થનાર છે. મતદારોને આ અંગેની પુરતી જાણકારી પ્રાપ્ત થાય તે માટે ચૂંટણી પંચની ગાઈડ લાઈન મુજબ મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વીવીપેટ વોર્ટીગ મશીન નિદર્શન અને મતદાન જન જાગૃતિ રથનો પ્રારંભ કરાયો છે. સમગ્ર મોરબી જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં આ રથ ભ્રમણ કરી મતદારોને વીવીપેટ નિદર્શન દ્વારા મતદાન કરવા અંગેની જાણકારી આપવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે મતદાન જન જાગૃતિ રથ માળીયા તાલુકાના મોટા દહિસરા, સરવડ, નાની બરાર, અને માળીયા(મી.) ખાતે પરિભ્રમણ કરી લોકોને વીવીપેટ વોર્ટીગ મશીન દ્વારા મતદાન કરવા અંગેની જાણકારી આપી હતી.

Comments
Loading...
WhatsApp chat