Billboard ad 1150*250 Billboard ad 1150*250

હળવદ શહેર યુવા ભાજપ દ્વારા વ્રુક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

હળવદ શહેર યુવા ભાજપ દ્વારા શહેર ની પવિત્ર એવી સ્મશાન ભૂમિ અને મકાસરી હનુમાનજી મંદિર ખાતે વૃક્ષો વાવો વરસાદ લાવો ના ધ્યેય સાથે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

હળવદ શહેર યુવા ભાજપ દ્વારા હળવદ ખાતે આવેલ અતિ પૌરાણિક એવી સ્મશાન ભૂમિ ખાતે અલગ અલગ વૃક્ષો નું વાવેતર કરી અને “વૃક્ષો વાવો , વરસાદ લાવો” ના ધ્યેય સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.તેની સાથે સાથે પૌરાણીક મકાસરી હનુમાનજી ખાતે પણ ધર્મકાર્ય માં ઉપયોગી વૃક્ષો વાવી અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને  હાજર સૌ યુવાનો એ મકાસરી મંદિર ના મહંતના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. વૃક્ષો નું વાવેતર કર્યું એટલું જ નહીં વૃક્ષો ના જતન ની વ્યવસ્થા સાથે આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ ને શહેર યુવા ભાજપ ના સૌ કાર્યકર્તા મિત્રો એ જાત મહેનત કરી અને હાજર રહી સફળ બનાવ્યો હતો

 

 

 

Comments
Loading...
WhatsApp chat