Billboard ad 1150*250 Billboard ad 1150*250

વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચુંટણી માટે મતદાન પ્રક્રિયા ચાલુ

 

 

        વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત વિભાગ, વેપારી વિભાગ અને ખરીદ વેચાણ સંઘ વિભાગની ૧૫ બેઠકો માટે ૨૮ ઉમેદવારો વચ્ચે ચુંટણી યોજાઈ રહી છે જેમાં વાંકાનેર યાર્ડ ખાતે આજે સવારથી મતદાન ચાલી રહ્યું છે

        વાંકાનેર યાર્ડની ચુંટણીમાં સવારે શરૂઆતના તબક્કામાં મતદાનમાં નીરસતા જોવા મળી હતી જોકે બાદમાં મતદારો મતદાન માટે આવી પહોંચ્યા હતા જેમાં બપોર સુધીમાં ખેડૂત વિભાગના ૬૫૧ માંથી ૫૦૦ અને વેપારી વિભાગમાં ૨૦૩ માંથી ૧૮૭ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો સાંજ સુધી મતદાન યોજાશે અને બુધવારે મત ગણતરી યોજાશે  

Comments
Loading...
WhatsApp chat