હળવદની ડી વી રાવલ કોલેજમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો

 

હળવદ શહેરની ડી વી રાવલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો હતો જેમાં નાયબ મામલતદાર સુરાણી, કોલેજના પ્રિન્સીપાલ ડો. જે એન માલાસણા અને પદાધિકારીઓએ હાજર રહીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું

એન એસ એસ યોજના અંતર્ગત યોજાયેલા રાષ્ટ્રીય કાર્યક્રમમાં કોલેજના એમ્બેસેડર રાહુલ ખાંભડીયાની કામગીરી પ્રસંશાપાત્ર રહી હતી કોલેજના અધ્યાપકોએ ચૂંટણીકાર્ડની ઉપયોગીતાથી વિદ્યાર્થીઓને વાકેફ કર્યા અને અંદાજીત ૧૦૦ જેટલા નવા મતદારોની નોંધણી કરવામાં આવી હતી

 

Comments
Loading...
WhatsApp chat