Billboard ad 1150*250

મોરબી શહેર અને ગ્રામ્ય યુવા ભાજપ દ્વારા સંસ્કાર બ્લડ બેંક ખાતે સ્વૈચ્છીક રકતદાન કેમ્પ યોજાયો

0 192

વર્તમાન કોરોના મહામારીના કપરા સમયે બ્લડ બેંકમાં બ્લડની અછતનો સર્જાય તે હેતુ થી દેશ ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના શાસનકાળ ને 7 વર્ષ પૂર્ણ થતાં આજરોજ મોરબી સ્થિત સંસ્કાર બ્લડ બેંક ખાતે મોરબી શહેર અને મોરબી ગ્રામ્ય યુવા ભાજપ દ્વારા સ્વૈચ્છીક રકતદાન કેમ્પ યોજાયો હતો

જેમાં મોરબી શહેર અને મોરબી ગ્રામ્ય યુવા ભાજપના કાર્યકરોએ સ્વૈચ્છીક રીતે રકતદાન કેમ્પ માં રકતદાન કર્યું જતું અને થેલેસીમિયાના બાળકો અને લોહીની જરૂરિયાત છે તેવા દર્દીઓ માટે ઉત્સાહભેર રકતદાન કર્યું હતું આ કાર્યક્રમમાં રાજકોટ સંસદસભ્ય મોહનભાઇ કુંડારિયા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયા, જિલ્લા ભાજપ મહામંત્રી જયુભા જાડેજા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદળીયા, શહેર ભાજપ મહામંત્રી રિશીપભાઈ કૈલા, નગરપાલિકાના ચેરમેન સુરેશભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હશુભાઈ પંડ્યા તથા મોરબી જિલ્લા યુવા ભાજપના પૂર્વ પ્રમુખ રવિભાઈ સનાવડા સહિત આગેવાનોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી

આ કાર્યક્રમ ને સફળ બનાવવા મોરબી જિલ્લા યુવા મોરચા ના હોદેદારો અને મોરબી શહેર અને ગ્રામ્ય યુવા ભાજપના સર્વે હોદેદારો કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat