રોટરી ક્લબ ડીસ્ટ્રીકટના ગવર્નર મોરબીની મુલાકાતે

રોટરી ક્લબ ઓફ મોરબી ખાતે રોટરી ડીસટ્રીકટ ૩૦૬૦ ના ગવર્નર રૂચિર જાની અને સુહાંગી જાની મોરબીની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત સંદર્ભે રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા તા. ૧૫ ને શુક્રવારે રાત્રે ૮ કલાકે દશાશ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી, સરદાર રોડ મોરબી ખાતે સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રોટરી કલબના મેમ્બરોને ઉપસ્થિત રહેવા યાદીમાં જણાવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat