વિશાલ ફર્નીચર પાછળ રહેતા યુવાને ગળેફાંસો ખાઈ આયખું ટુંકાવ્યું
હરીપર નજીક ફેકટરીમાં યુવાનનું ઇલેક્ટ્રિક શોટ લાગતા મોત



મોરબીમાં વિશાલ ફર્નીચર પાછળ રહેતા યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. તો બીજા બનાવમાં માળીયાના હરીપર ગામે યુવાનને ઇલેક્ટ્રિક શોટ લાગતા તેનું મોત થયું હતું.બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી-વાંકાનેર હાઇવે પર આવેલ વિશાલ ફર્નીચર પાછળ રહેતા વિક્રમભાઈ વસરામભાઈ ડાભી (ઉ.૨૫) એ બપોરના સુમારે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.તો બીજા બનાવમાં માળિયા તાલુકા હરીપર ગામે આવેલ શંકર સોલ્ટ ફેકટરીમાં રહીને મીઠાની ફેરાફેરીની કોન્ટ્રાક્ટ રાખતા પરશોતમભાઈ જીવણભાઈ ચૌહાણ (ઉ.૩૦) એ ટ્રેકટરમા વેલ્ડીંગ મશીન લઇ રીપેરીંગ કામ કરવા જતા ઇલેક્ટ્રિક શોટ લાગતા તેનું મોત નીપજ્યું હતું.બનાવ અંગે માળિયા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

