Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં લાયન્સ કલબ ઓફ નજરબાગના પ્રમુખ તરીકે વીરેન્દ્ર પાટડીયાની વરણી

 

મોરબી ખાતે લાયન્સ કલબ ઓફ નજરબાગના પ્રમુખ તરીકે મોરબીના પ્રતિષ્ઠિત સોનીપુત્ર વીરેન્દ્ર પાટડીયાની વરણી કરવામાં આવી છે.શપથ લેવડાવનાર પદાધીન તરીકે લાયન્સ કલબના ઇન્ટરનેશનલ ગર્વનર ચંદ્રકાંત દફતરીએ જણાવ્યું હતું કે ૧૦૦ વર્ષથી સેવા કરતી આ સંસ્થા આગામી ૧૦૦ વર્ષમાં સમાજને કેવા પ્રકારની સેવાઓ પ્રદાન કરવી તેની ચર્ચા-વિચારણા કરવી જરૂરી છે.હાલમાં સૌરાષ્ટ્ર કચ્છમાં સંસ્થા દ્વારા અનેક સેવા કર્યો કરવામાં આવે છે જેમાં મોરબી પણ અગ્ર ક્રમે હોવાનો પોતે સંતોષ વ્યક્ત કર્યો હતો.

ત્રંબકભાઈ પંડ્યા દ્વારા ચંદ્રકાંત દફતરી, હિંમતભાઈ પંડિત દ્વારા હિતેશભાઈ ગણાત્રાનું અને દિવ્યેશભાઈ સાકરિયાનું સન્માન કરાયું હતું.

નવનિયુક્ત પ્રમુખ વીરેન્દ્ર પાટડીયા દ્વારા દર મહીને ૨૫૦ વિધવા બહેનોને અનાજની કીટ આપવાના સેવાકાર્યની જાહેરાત કરવામાં આવી હતી.તેમજ ડીસલેકીસયા અંગે જાગૃતિ લાવવા કામગીરી હાથ ધરવા સહિત સેવા કર્યો કરવાની જાહેરાત કરી હતી.નવનિયુક્ત પ્રમુખને અભિનંદન પાઠવવા મોરબી સોની સમાજના અગ્રણીઓ ઉમટી પડ્યા હતા તેમજ મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

Comments
Loading...
WhatsApp chat