મોરબીમાં ૨૯ નવેમ્બરથી વિરાટ વાજપેય સોમયજ્ઞ

વિરાટ વાજપેય સોમયજ્ઞ મહોત્સવ સમિતિ મોરબી દ્વારા આગામી માસમાં તા. ૨૯-૧૧ થી ૦૪-૧૨ દરમિયાન વલ્લભાચાર્યનગર, એવન્યુ પાર્ક, શેરી નં ૦૪, રવાપર રોડ મોરબી ખાતે વિરાટ વાજપેય સોમયજ્ઞ મહોત્સવનું આયોજન કરેલ છે.
સોમયજ્ઞ ભારતની વૈદિક સંસ્કૃતિનો સર્વોપરી યજ્ઞ છે. એવા સોમયજ્ઞ મહોત્સવમાં પદ્મભૂષણ ગોકુલોત્સવ મહારાજ આશીર્વાદના મંત્રોથી અભિમંત્રિત અક્ષતોથી શુભઆશીર્વાદ આપશે. અક્ષત વર્ષા માનવી જીવનમાં વિવિધ કામનાઓની પૂર્તિ માટે, અભિલાષા પૂર્ણ કરવા માટે કરવામાં આવે છે. સોમયજ્ઞની પરિક્રમાના આટાથી જીવનના ચકર દુર થાય છે તે ઉપરાંત યજ્ઞશાળા મંડપ વાંસનો બને છે જે વંશવૃદ્ધી કરે છે તો ચોથા દિવસે નંદ મહોત્સવ યોજાશે ને પાંચમાં દિવસે ખીરનો પ્રસાદનો લાભ ભક્તોને મળશે. સોમયજ્ઞની ઈંટનો ઉપયોગ ઇષ્ટ સિદ્ધિ કરવા બહુ મોટું કામ કરે છે. યજ્ઞની ઇંટોને ઓફીસ, ફેક્ટરી કે ઘરના નીવમાં ઉપયોગ કરવામાં આવે છે. ઇંટો મંત્રમય છે જે અભિલાષા ઇષ્ટ સિદ્ધિ કરાવે છે. આગામી માસમાં યોજાનાર સોમયજ્ઞનો તમામ ભક્તજનોએ લાભ લેવા આયોજક સમિતિના સભ્યોની યાદીમાં જણાવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat