


વાંકાનેર પંથકમાં દીપડો દેખાયો હોવાની વાતો વચ્ચે કોઠી ગામના લોકોમાં ભય અને ફફડાટ ફેલાઈ ગયો છે તેમજ ગ્રામજનોના ભયને પગલે વનવિભાગે પણ દીપડાને પકડવા માટે પીંજરું ગોઠવી દીધું છે જોકે આ વિસ્તારમાં દીપડો દેખાયાનો જે વિડીયો વાયરલ થયો છે તે શંકાસ્પદ હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.
વાંકાનેર પંથકમાં તાજેતરમાં દીપડો દેખાયાનો સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ બન્યા બાદ ગ્રામજનો ભયભીત બન્યા હતા અને ફોરેસ્ટ વિભાગને જાણ કરાતા સાવચેતીના ભાગરૂપે દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવ્યું છે તેમજ ફોરેસ્ટ ટીમે સંભવિત વિસ્તારમાં પેટ્રોલિંગ પણ કર્યું હતું જોકે દીપડો હોવાની બાબતને સમર્થન મળ્યું ના હતું
તો આ અંગે ફોરેસ્ટ અધિકારી ખાવડીયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે દીપડો દેખાયાની ગ્રામજનોની રજૂઆતને પગલે તુરંત પગલા ભર્યા હતા જેમાં પાંજરું ગોઠવ્યું છે તો ફોરેસ્ટ ટીમે પેટ્રોલિંગ પણ કર્યું હતું જોકે વાયરલ વિડીયો આ વિસ્તારનો હોય તેવું જણાયું ના હતું અને આ વિડીયો અંગે ગ્રામજનો પાસેથી કોઈ માહિતી મળી ના હતી તો પેટ્રોલિંગમાં દીપડો હોય તેવું ક્યાય જણાયું ના હતું જેથી નાગરિકો ભયમુક્ત રહે તેવી અપીલ કરી હતી જોકે ફોરેસ્ટ ટીમ પેટ્રોલિંગ કરતી હોવાનું અને યોગ્ય પગલા ભરતી હોવાનું જણાવ્યું હતું

