



ડોક્ટરોને માનસિક અને શારીરિક સ્વસ્થતા જાળવવી જરૂરી હોય છે સતત કાર્યશીલ રહેતા ડોકટરોને કામના બોજ સાથે માનસિક દબાણ અને ટેંશન રહેતું હોય છે જેથી સ્વસ્થ રહેવા માટે વિપશ્યના શિબિર ઉપયોગી હોય જેથી મોરબી ઇન્ડિયન મેડિકલ એસો દ્વારા તાજેતરમાં આઈએમએ હોલ ખાતે વિપશ્યના શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું
ઇન્ડિયન મેડિકલ એસો દ્વારા તાજેતરમાં યોજાયેલી વિપશ્યના શિબિરમાં ધ્યાન સેશનમાં રાજકોટથી પધારેલા રાજુભાઈ મહેતા, ડો. વાઘવાણી અને ડો. અમલાણીએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું વિપશ્યના ધ્યાન શિબિરથી ચિંતા, ગુસ્સો અને ભયમાંથી મુક્તિ મળે છે અને ડોકટરો જે અન્ય દર્દીઓની સેવા કરતા હોય છે જેમના માટે સ્વાસ્થ્યની કાળજી લેવી અતિ જરૂરી હોય આઈએમએ હોલમાં આયોજિત વિપશ્યના શિબિરનો મોટી સંખ્યામાં એસોના ડોક્ટરોએ લાભ લીધો હતો શિબિરને સફળ બનાવવા આઈએમએ મોરબીના પ્રેસિડેન્ટ ડો. કેતન હિંડોચા અને સેક્રેટરી ડો. અમિત ધુલે અને ડૉ. જયેશ સનારીયા સહિતના હોદેદારોએ જહેમત ઉઠાવી હતી



