



તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
વિદેશ મંત્રી સાથે મુલાકાત કરી માંગણી કરી
કચ્છ લોકસભા સંસદીય ક્ષેત્રમાં આવતા મોરબી અને માળિયા વિસ્તારના લોકોના પ્રશ્નો અંગે સતત જાગૃત અને પ્રશ્નોના નિરાકરણ માટે કાર્યરત એવા સાંસદ વિનોદભાઈ ચાવડા તેમજ મોહનભાઈ કુંડારિયાએ ભારત સરકારના વિદેશ મંત્રી એસ જયશંકર સાથે રૂબરૂ મુલાકાત કરીને નવરચિત મોરબી જીલ્લામાં પાસપોર્ટ સેવા કેન્દ્ર આપવા માટે રજૂઆત કરી હતી
વિદેશ મંત્રી સમક્ષ સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી જીલ્લો સિરામિક ઉદ્યોગનું હબ છે ભારતના કુલ સિરામિક ઉત્પાદનના અંદાજે ૯૦ ટકા ઉત્પાદન મોરબીમાં થાય છે ૬ લાખ લોકો પ્રત્યક્ષ અને 3 લાખથી વધુ લોકો અપ્રત્યક્ષ રીતે રોજગારી મેળવે છે સિરામિક ઉપરાંત હીરા-ઘડિયાળ, નળિયા સહિતના ઉદ્યોગોનું વાર્ષિક ટર્ન ઓવર ૩૫ હજાર કરોડ છે આરબ, યુરોપ અને અમેરિકા સાથે વેપાર ઉપરાંત ટાઈલ્સ ઉત્પાદનમાં ચીન સાથે સીધી સ્પર્ધા કરે છે મોરબીના ઉદ્યોગપતિઓને વિદેશ પ્રવાસ તેમજ વેપારીઓને આવન જાવન રહે છે જેથી મોરબીમાં પાસપોર્ટ સેવા કેન્દ્રની જરૂરિયાત હોવાથી પાસપોર્ટ સેવા કેન્દ્ર આપવાની માંગ કરી છે જે મામલે વિદેશ મંત્રીએ પણ સકારાત્મક પ્રતિભાવ આપી જલ્દીથી મોરબી મધ્યે પાસપોર્ટ સેવા કેન્દ્ર શરુ થશે અને આ વિસ્તારના લોકોને નવા પાસપોર્ટ બનાવવા, અથવા રીન્યુ કરવા હવે રાજકોટ કે અમદાવાદ ધક્કા નહિ ખાવા પડે તેમ જણાવ્યું હતું



