Billboard ad 1150*250 Billboard ad 1150*250

વિનય ઇનટરનેશનલ સ્કૂલના વિધાર્થીઓ રમત-ગમતમાં ગુજરાતભરમાં ચમક્યા

રમત-ગમત, યુવા સેવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત રાજ્યકક્ષાની ની સ્પીડબોલ અંડર ૧૪ વર્ષ અને અંડર ૧૭ વર્ષ ની ભાઈઓ તથા બહેનો ની સ્પર્ધા અમદાવાદના જેતલસર ગામે તા.૧૬/૯/૨૦૧૮ ના રોજ યોજાઈ હતી જેમાં ગુજરાતભર ના ૨૨ જીલ્લા એ ભાગ લીધેલો હતો. રાજ્યકક્ષાની આ સ્પર્ધા માં વિનય ઇનટરનેશનલ સ્કૂલ ના ૩૨ વિધાર્થીએ ઉત્કૃષ્ટ દેખાવ કરીને સમગ્ર ગુજરાત માં મોરબી નો ડંકો વગાડેલ.

સ્પીડબોલ સ્પર્ધા માં વિનય ઇનટરનેશનલ સ્કૂલ ના અંડર ૧૪ માં કુલ ૧૬ વિધાર્થીમાંથી ૮ ભાઈઓ અને ૮ બહેનો તમામે રાજ્ય માં પ્રથમ સ્થાન અને અંડર ૧૭ વર્ષ માં કુલ ૧૬ વિધાર્થીમાંથી ભાઈઓ માં કુલ ૮ માંથી ૮ વિધાર્થીએ દ્રિતીય સ્થાન અને બહેનો માં કુલ ૮ માંથી વિધાર્થીએ પ્રથમ સ્થાન અને ૨ વિધાર્થીએ દ્રિતીય સ્થાન પ્રાપ્ત કરીને શાળા અને મોરબી જીલ્લા નું ગૌરવ વધારેલ છે. આ સ્પર્ધા માં પ્રથમ સ્થાને આવેલ બધા ખેલાડીઓ નેશનલ કક્ષા એ ગુજરાત નું પ્રતિનિધિ કરશે.

ખેલાડીઓ ના ઉત્કૃષ્ટ દેખાવ માટે તેમના સ્પોર્ટ્સ શિક્ષક મનીષભાઈ અગ્રાવત, પરેશભાઈ ચાંક અને મુસ્તાકભાઈ સુમરા એ ભરી જહેમત ઉઠાવી હતી. વિધાર્થી તથા તેમના સ્પોર્ટ્સ શિક્ષક ની જ્વલંત સિદ્ધિ બદલ સ્કૂલ ના ટ્રસ્ટી, આચાર્ય અને શિક્ષકગણ અભિનંદન પાઠવે છે.

Comments
Loading...
WhatsApp chat