



વિનય ઇનટરનેશનલ સ્કૂલ દ્વારા વિધાર્થીઓમાં શૈક્ષણિક સમજ સિવાય શારીરિક, માનસીક અને સામાજિક સમજ કેળવાય તેવા હેતુથી મોરબીના બાપા સીતારામ ચોકથી વિનય ઇનટરનેશનલ સ્કૂલ સુધી અંદાજીત ૨૦ કિલોમીટર લાંબી સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સાયકલ રેલી નો મુખ્ય ઉદેશ્ય બાળકોમાં તથા સોસાયટીમાં પર્યાવરણ ની જાળવણી, પેટ્રોલ પ્રદૂષણ અને સ્વાસ્થ્ય જતન જેવા આજના યુગની સમસ્યાઓ પ્રત્યેનો હકારાત્મક અભિગમ કેળવવાનો અને જાગૃતિ ફેલાવવાનો હતો. આ સાયકલ રેલીમાં વિનય ઇનટરનેશનલ સ્કૂલના ધોરણ ૬ થી ૧૦ ના આશરે ૧૦૦ જેવા વિધાર્થીઓએ “પર્યાવરણ બચાવો” , “પ્રદૂષણ ઘટાડો”, “વૃક્ષો વાવો, વરસાદ લાવો”, “મારું મોરબી, સ્વચ્છ મોરબી” જેવા નારાઓ સાથે રેલીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સાયકલ રેલીમાં વિધાર્થીઓ ઉપરાંત સંસ્થાના ટ્રસ્ટી કૃણાલભાઈ મેવા, સ્કૂલના શિક્ષકો, આચાર્ય સહિતના જોડાયા હતા.



