મોરબીના સાદુળકા ગામે તોડફોડ કરેલા શિવમંદિરમાં ગ્રામજનોએ કર્યું રીપેરીંગ

સોનાની લાલચે ૧૫ દિવસ પૂર્વે ગર્ભગૃહ ખોદી નાખ્યું’તું

મોરબી તાલુકાના જુના સાદુંળકા ગામે આવેલા શિવ મંદિરના ગર્ભગૃહ નીચે સોનું હોવાની માન્યતાને પગલે મંદિરમાં તોડફોડ કરીને ગર્ભગૃહ ખોદી નાખવામાં આવ્યું હતું જે મંદિરનું આજે ગ્રામજનોએ રીપેરીંગ કર્યું હતું.

મોરબીના જુના સાદુંળકા ગામમાં આવેલ શિવ મંદિરમાં નીચે સોનું દાટ્યું હોવાની માન્યતાને પગલે પંદર દિવસ પૂર્વે મંદિરના ગર્ભગૃહમાં તોડફોડ કરીને તહસ નહસ કરી નાખવામાં આવ્યું હતું મંદિરમાં ભારે નુકશાની થઇ હતી કેટલાક લોકો મંદિરમાં સોનું હોવાની માન્યતાને પગલે મંદિરને નિશાન બનાવી રહ્યા છે આ શિવ મંદિર પ્રાચીન હોવાનું મનાય છે તેમજ મંદિરના ગર્ભગૃહમાં સોના સહિતનો ખજાનો છુપાવેલો હોવાની લોકવાયકા પણ જોવા મળી રહી છે જે ઘટના બાદ મંદિરમાં તોડફોડ કરનારનો હજુ કોઈ પત્તો લાગ્યો નથી પરંતુ સોનાની લાલચે મંદિરમાં નુકશાન કરવામાં આવ્યું હોય

જેથી દરરોજ દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને મંદિરની આવી હાલત જોઈ શકાતી ના હોય અને આજે ગ્રામજનો, યુવાનો સહિતનાઓએ મળીને મંદિરને રીપેર કરીને પુનઃ પહેલા જેવું બનાવ્યું હતું તો આરસીસી ફલોરિંગ કરવામાં આવ્યું છે જેથી ફરીથી આવા લાલચુ તત્વો તોડફોડ કરી ના સકે તેવી માહિતી ગ્રામજનો પાસેથી પ્રાપ્ત થઇ છે.

Comments
Loading...
WhatsApp chat