માળિયામાં ગ્રામ સ્વરાજ એ જ સાચું સ્વરાજ બેનર હેઠળ ગાંધીજયંતીની ઉજવણી

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        ‘પોતે તે બદલાવ બનો જે આપ દુનિયામાં જોવા માંગો છો’ આ વિચારના અનુસંધાને જણાવવાનું કે આનંદી સંસ્થા છેલ્લા ૧૯ વર્ષથી માળીયા તાલુકાના વિસ્તારમાં શિક્ષણ,  સ્વાસ્થ્ય,  મહિલા આજીવિકા અને મહિલા સશક્તિકરણ, લોકોના પાયાના અધિકારના મુદ્દે કાર્યરત છે. ત્યારે માળીયા મિયાણા તાલુકાના કે કાજરડા ચીખલી અને બગસરા સહિતના ગામો માં 150મી મહાત્મા ગાંધી જયંતી ની ઉજવણી સંદર્ભે ‘ગ્રામ સ્વરાજ એ જ સાચું સ્વરાજ’ના બેનર હેઠળ આનંદી અને માળીયા મહિલા સશક્તિ સંગઠનના સંયુક્ત ઉપક્રમે ગ્રામ સ્તરની ગ્રામ પંચાયતની સમિતિ જેમકે તકેદારી સમિતિ,  ગ્રામ સંજીવની સમિતિ,  શાળા વ્યવસ્થાપન સમિતિ,  માતૃ મંડળ સામાજિક સુરક્ષા સમિતિઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સરપંચના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાશે અને વિવિધ સમિતિઓની ભૂમિકા અને જવાબદારીઓ અંતર્ગત ધ્યાને રાખી ચર્ચા અનુભવોની આપ-લે કરવામાં આવશે. આ સાથે જ અનુભવોની આપ-લે માટે સામૂહિક અને સહભાગી ગામ ના પ્રશ્નોની ચર્ચા સક્રિય રીતે થાય તે માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat