સ્ત્રી-પુરુષ વચ્ચે છુટા હાથની મારામારીનો વિડીયો વાયરલ…..

મોરબીના સતત ધમધમતા એવા વીસી ફાટક રોડ નજીક થયેલી મારામારીનો વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયો છે. સ્ત્રી અને પુરુષ વચ્ચે છુટા હાથની મારામારી વિડીયોમાં જોઈ સકાય છે જોકે ઝઘડો ક્યાં કારણોસર થયો તે સ્પષ્ટ બન્યું નથી.
હાલ સોશ્યલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે જે વિડીયોમાં એક સ્ત્રી અને પુરુષ કોઈ કારણોસર બાખડી પડ્યાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે જોકે ઝઘડાનું કારણ જાણી સકાયું નથી પરંતુ વિડીયોમાં સ્ત્રી અને પુરુષ બંને ગુસ્સામાં ચુર બનીને સામસામે મારામારી કરી રહ્યા છે તો વિડીયોમાં સમાજની કડવી વાસ્તવિકતા પણ સામે આવી છે કે આ સ્ત્રી પુરુષને ઝઘડો કરતા રોકવાને બદલે લોકોએ પ્રોત્સાહન આપતા નજરે પડી રહયા છે. ધિક્કારજનક કહી સકાય તેવો આ વિડીયો મોરબીના વીસીફાટક નજીકનો હોવાનું સુત્રો જણાવી રહયા છે. જે વિડીયોમાં વીસીફાટક નજીકની પાનની કેબીન અને સામે મણી મંદિર પણ જોઈ સકાય છે તો આ સ્થળે ટ્રાફિક પોલીસનો પોઈન્ટ પણ છે જોકે બની સકે કે ટ્રાફિક જવાનોના લંચ બ્રેક સમયે અથવા તો ડ્યુટી બાદના સમયમાં મારામારી થઈ હોય તેમજ આ બનાવ અંગે પોલીસમાં સત્તાવાર કોઈ ફરિયાદ નોંધાઈ નથી પરંતુ વાયરલ થયેલો વિડીયો મોરબીમાં ખુબ જ જોવાઈ રહ્યો છે.

Comments
Loading...
WhatsApp chat