મોરબીની અમીષા રાચ્છનો ડબુ અંકલ સાથે ડાન્સનો ધૂમ મચાવતો વિડીયો



મોરબીની રહેવાસી અમીષાબેન રાચ્છ હાલ ફીઝીયોથેરાપીસ્ટ ફાઈનલ યરમાં અભ્યાસ કરે છે જોકે તેમણે બાળપણથી જ ડાન્સ અને મોડલિંગનો શોખ હોય જેઓ કથકમાં પણ વિશારદ થયેલા છે તેવા અમીષાબેને તાજેતરમાં ફેમસ ડબુ અંકલ સાથેનો વિડીયો યુ ટ્યુબમાં અપલોડ કર્યો છે
ડબુ અંકલ અને બીજી ફ્રેમમાં તેઓ ડાન્સ કરતા હોય તે વિડીયો સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે અને સપ્તાહમાં જ ૪.૧૬ લાખ લોકોએ વિડીયો જોયો છે જે ટ્રેન્ડ કરી રહ્યો છે જેથી અમીષાબેન ખુબ ખુશ જોવા મળી રહ્યા છે તો એલઆઈસીમાં ડેવલપમેન્ટ ઓફિસર પિતા ભરતભાઈ રાચ્છ પણ દીકરીની સફળતાથી ખુશ જોવા મળી રહ્યા છે. અને ગૃહિણી માતાએ દીકરીને ડાન્સનો શોખ પૂર્ણ કરવા પુરતો સહયોગ આપ્યો હોવાનું પણ અમીષાબેન જણાવી રહ્યા છે ગોવિંદા સ્ટાઈલમાં ડાંસ કરતા ડબુ અંકલ સાથેનો વિડીયો દર્શકોને ખુબ પસંદ પડી પડ્યો છે.
જુઓ ડબુ અંકલ સાથે અમીષા રાચ્છનો ડાન્સનો વિડીયો………

