કર્ણાટકમાં ભાજપનો વિજયોત્સવ, મોરબીમાં જીતની ભવ્ય ઉજવણી કરાશે

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સૌથી મોટા પક્ષ તરીકે ઐતિહાસિક જીત મેળવતા મોરબી જિલ્લા ભાજપ દ્વારા આજે મંગવારે સાંજે વિજ્યોત્સવ મનાવવામાં આવશે.

મોરબી ખાતે કર્ણાટકમાં ભાજપની ઐતિહાસિક જીત મેળવતા સાંજે પાંચ કલાકે જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિજ્યોત્સવની ઉજવણી કરવામાં આવશે. વધુમાં ભાજપ દ્વારા નાગરિકોના મીઠાં મોઢા કરવામાં આવશે અને ફટાકડા ફોડવામાં આવશે તેમ મોરબી જીલ્લા ભાજપ કાર્યાલયના ઇન્ચાર્જ વિજય લોખીલની યાદીમાં જણાવાયું છે.

Comments
Loading...
WhatsApp chat