



મોરબીમાં વાઇબ્રન્ટ ડાન્સ ક્રુ દ્વારા પ્રી નવરાત્રી મહોત્સવ વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના ગ્રાઉન્ડમાં વેલકમ નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મીડિયા પાર્ટનર “મોરબીન્યુઝ” સાથે યોજાયેલા ભવ્ય નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ મન મુકીને ઝૂમ્યા હતા
માતાજીની આરાધનાના પર્વ એવા નવલા નોરતાનો બુધવારથી પ્રારંભ થઇ રહ્યો છે તે પૂર્વે જ મોરબીના વાઇબ્રન્ટ ડાન્સ ક્રુ દ્વારા રવાપર ઘુનડા રોડ પર આવેલ વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પ્રિ નવરાત્રી મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાણીતા કલાકાર હીના શેલાણી અને મનોજ ચાવડા, અજય ગઢવી સુર રેલાવ્યા હતા મ્યુઝિક રિધમ જીત ગઢવી તેમજ એન્કરિંગ ક્રિશી ઠક્કરે કર્યું હતું
આ ઇવેન્ટના મીડિયા પાર્ટનર તરીકે આપ સૌનું લોકપ્રિય “મોરબીન્યુઝ” વેબ પોર્ટલ જોડાયેલું હોય તેમજ ઇવેન્ટને સફળ બનાવવા માટે ભાસ્કર પૈજા, મહેશ ગઢવી, રાહુલ કવૈયા, જય કક્કડ, મનીષ ભોજાણી, કમલ પ્રજાપતિ,નીલેશ ભાલોડીયા, જૈનમ મકવાણા, મેહુલ કૈલા, દિવ્યા રાવલ, ક્રિષ્ના ઉમરણીયા, ભૂમિકા સોમૈયા, અમિષા રાચ્છ અને ઉત્સવ ચંદે સહિતના જહેમત ઉઠાવી હતી તો વિવિધ કેટેગરીમાં વિજેતા ખેલૈયાઓને પ્રોત્સાહન ઇનામો પણ આપવામાં આવ્યા હતા અને વેલકમ નવરાત્રી મહોત્સવ સફળતા સાથે પૂર્ણ થયું હતું
વેલકમ નવરાત્રી મહોત્સવમાં મન મુકીને ખેલૈયાઓ ઝૂમ્યા, વિડીયો



