

નવેમ્બર માસમાં યોજાનાર વાઈબ્રન્ટ સિરામિક એક્સ્પો માટે મહિનાઓથી તૈયારી કરી રહેલા સિરામિક એશો અને ઓકટાગોન કોમ્યુનીકેશનના પ્રતિનિધિઓ દેશ વિદેશની મુલાકાતો લઇ રહ્યા છે. યુરોપ અને અમેરિકા સહિતના દેશોમાં વાઈબ્રન્ટ એક્સ્પોનો જોરશોરથી પ્રચાર કર્યા બાદ હવે દેશના વિવિધ રાજ્યોમાં પણ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. વાઈબ્રન્ટ સિરામિક એક્સ્પોમાં વધુ બાયરો ખેંચી લાવવાની કવાયતના ભાગરૂપે તાજેતરમાં વિશાખાપટનમ ખાતે યોજાયેલ વાઈબ્રન્ટ સિરામીક એક્સપો -સમીટ મા ૧૦૦ થી વધુ ડીલરો , બીલ્ડર્સ ,આર્કીટેક વગેરેએ હાજરી આપી અને સાથોસાથ પત્રકાર મિત્રો સાથે પ્રેસ કોન્ફરન્સ યોજી અને એકઝીબીસન મા આવવા આમંત્રણ આપ્યું જેમાં મોરબી સિરામીક એસોસિએશન વતી નિલેષ જેતપરીયા,ઓકટાગોન
માથી વિનય દોષી અને રાઇસીનીંગ વેન્ચરમાંથી વિશાલ આચાર્ય એ હાજરી આપી હતી .