વાઈબ્રન્ટ સિરામિકમાં ચીનને પાઠવ્યું આમંત્રણ

ગાંધીનગર ખાતે યોજાનાર વાઈબ્રન્ટ સિરામિક એક્સ્પોમાં સમગ્ર વિશ્વમાંથી સિરામિક ઉધોગ સાથે સંકળાયેલ ધંધાર્થીઓ આવે તે માટે આજે ચાઈના ખાતે શરુ થયેલા સિરામિક ફેરમાં પણ સિરામિક એસોસીએશન દ્વારા સ્ટોલ ઉભો કરાયો છે તેમજ ચાઈનાના વિવિધ એસોસીએશનો અને વેપારી મંડળો સાથે મીટીંગો યોજાઈ રહી છે

દુનિયાના સૌથી મોટા સિરામિક એક્ઝીબીશન કેટોન ફેર સિરામિક ચીનમાં વાઈબ્રન્ટ સિરામિક ૨૦૧૭ ની સફળતા માટે આયોજકોએ પ્રયાસો હાથ ધર્યા છે જે અનુસંધાને વાઈબ્રન્ટ સિરામિકના સીઈઓ સંદીપ પટેલ સહિતની ટીમ ચાઈના ના પ્રવાસે છે આ ટીમ દ્વારા ચીન ખાતેના કોન્સુલેટ જનરલ ઓફ ઇન્ડિયા સાઈલસ થનગલ સાથે પણ બેઠક કરવામાં આવી હતી જેમાં ચીનના સિરામિક ધંધાર્થીઓને વાઈબ્રન્ટમાં આવવા માટે નીમત્રણ પાઠવાયું છે આ ઉપરાંત ચાર દીવસ સુધી ચાલનારા ચીનના એક્સીબીસનમાં સ્ટોલ ઉભો કરાયો છે જેના દ્વારા ત્યાં એક્સીબીસંમાં આવનારા ઉધોગકારો તથા ધંધાર્થીઓને વાઈબ્રન્ટ સિરામિક અંગે માહિતગાર કરાઈને આમત્રણ અપાશે ચીન સિરામિક ઉદ્યોગમાં દુનિયામાં મોખરાનું સ્થાન ધરાવે છે ત્યારે ભારત અને ચીન વચ્ચે સિરામિક ઉદ્યોગ માટેના કરારો થી ભારતના ઉદ્યોગને ઘણો વેગ મળશે

 

 

 

Comments
Loading...
WhatsApp chat