વિભૂતિ સીતાપારા (રાણીબા) : “સૌરાષ્ટ્ર નું ગૌરવ” અને “વર્ષની શ્રેષ્ઠ વ્યાપારિક મહિલા”



આજના આધુનિક યુગમાં મહિલાઓ પણ દરેક ક્ષેત્રમાં સિદ્ધિ પ્રાપ્ત કરી મહત્વનું યોગદાન આપી રહી છે ત્યારે વિભૂતિ સીતાપરા વેપાર ક્ષેત્રમાં એ એક એવી મહિલા છે જેને મહિલાઓના જીવનને વધુ ઉત્સાહિત અને પ્રેરણાદાયી બનાવ્યું છે તાજેતરમાં વિભૂતિ સીતાપરાને “વર્ષની શ્રેષ્ઠ વ્યાપારિક મહિલા” ના ખિતાબથી સન્માનીત કરવામાં આવી છે.
વિભૂતિ સીતાપરા જે Raniba Industries Pvt Ltd ની ફાઉન્ડર એન્ડ ચેરમેન છે અને સિરામિક ઈન્ડસ્ટ્રીઝમાં એક માત્ર ઉધ્યોગસ્ત્રી થઈને આગવું નામ કર્યું છે, તે આપણને બતાવે છે કે આજ ના સમયમાં મહિલાઓ પણ પુરુષો થી પણ વધારે સારી રીતે વેપાર કરી શકે છે. તેમની ઇચ્છા , દ્રઢ સંકલ્પ,કઠિન મહેનત અને કાંઇક કરી બતાવા નો જોશ એજ તેમને સફળ ઉદ્યોગસ્ત્રી બનાવે છે અને સમાજ માં એક ઉત્તમ ઉદારહણ પૂરું પાડે છે.
આ મહિલા ઉદ્યોગસ્ત્રીની ઉપલબ્ધિ એવા પ્રમુખ ઉદાહરણો છે જે સમાજમાં મહિલાઓ માટે એક અદ્વિતીય આદર્શ પ્રસ્તુત કરે છે. આપણે આ મહિલાને સલામ કરીને, તેમની યશગાથાને સમાજમાં વધુ પ્રસિદ્ધિ અપાવ્યે .આ ઉદ્યોગસ્ત્રી મહિલાઓને વધુ પ્રેરણા અને મોટી સફળતાની દિશામાં મદદ કરે છે.