Billboard ad 1150*250 Billboard ad 1150*250

૧૭ વર્ષ સેનામાં ફરજ બજાવી પરત આવેલા આર્મી જવાનનું VHP-બજરંગ દળ દ્વારા સ્વાગત કરાયું

 

ભારતીય સેનામાં ૧૭ વર્ષ સેવા આપી માદરે વતન પરત ફરેલા કલ્પેશભાઈ આહીરનું મોરબી ખાતે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું

મોરબીના સામાકાંઠે છત્રપતિ શિવાજી મહારાજ સર્કલ ખાતે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો અને કાર્યકરોએ આર્મીમાં ૧૭ વર્ષ સેવા આપી નિવૃત થયેલા કલ્પેશભાઈ આહીરનું સ્વાગત કર્યું હતું છત્રપતિ શિવાજીની પ્રતિમાને ફૂલહાર કરીને તેમજ કલ્પેશભાઈ આહીરને હારતોરા કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું અને ફૂલડે વધાવવામાં આવ્યા હતા

 

Comments
Loading...
WhatsApp chat