પશુઓની અધતન સારવાર માટે વેટર્નરી પોલીટેકનીક સ્થપાશે.

મોરબી જિલ્લામાં પશુપાલન વ્યવસાય એક સ્વતંત્ર વ્યવસાય તરિકે વિકસી રહયો છે. ગાયમાં ગીર જાત અને ભેસમાં જાફરાબાદી ઔલાદ ધરાવતો મોરબી જિલ્લો પશુપાલન ક્ષેત્રે આગવુ સ્થાન ધરાવે છે. સમગ્ર ગુજરાત રાજયમાં પ્રથમ મહિલા દુધ ઉત્પાદન સંધ તરિકે મયુર ડેરીની સ્થાપના કરવામાં આવી છે. ગ્રામ કક્ષાએ પશુપાલન પ્રવૃતિને વેગ મળી રહયો છે. પશુઓ તદુરસ્ત રહે અને પશુઓનું આરોગ્ય જળવાય રહે તે માટે જિલ્લામાં સધન પ્રયાસ હાથ ધરાવ્યા છે.

પશુઓની અધતન સારવાર થઇ શકે તે માટે રૂા ૪ કરોડના ખર્ચે સુવિધા સભર વેટર્નરી પોલીટેકનીક સંસ્થા ટૂંક સમયમાં આકાર પામશે. જેમાં પશુરોગ નિદાન, એકસ-રે તેમજ સોનોગ્રાફી જેવી સવલતો ઉપલબ્ધ થશે.મોરબી જીલ્લા પંચાયત હસ્તક ૯ પશુ દવાખાના, ૩ શાખા દવાખાના, ૧૦ પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર મળીને કુલ ૨૨ સંસ્થાઓ કાર્યરત છે. આ ઉપરાંત પશુપાલન પ્રવૃતિ માટે જિલ્લામાં ૮ મોબાઇલ વાન કાર્યરત છે.

જિલ્લામાં ગત વર્ષ દરમિયાન ૭૨૫૯૪ પશુઓની સારવાર, ૧ લાખ ૫૦ હજાર થી વધુ પશુઓનું રસીકરણ, ૭૭૬૨ પશુઓમાં કૃત્રિમ બીજદાનની કામગીરી થઇ હતી. આ ઉપરાંત ૯૬ પશુ આરોગ્ય મેળાઓ યોજયા હતા. તેમજ કૃષિ મહોત્સવ દરમિયાન પણ પશુઓના આરોગ્ય માટેની શ્રેષ્ઠ સંભાળ લેવામાં આવી હતી. તેમ જિલ્લા પંચાયત મોરબીના નાયબ પશુપાલન નિયામકએ જણાવ્યું હતું

Comments
Loading...
WhatsApp chat