Billboard ad 1150*250

મોરબીના પાંજરાપોળમાં પશુરોગ અને સર્જીકલ કેમ્પ યોજાયો

0 55
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબીના પાંજરાપોળ દ્વારા પશુરોગ અને સર્જીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પશુઓના રોગોનું નિવારણ કરાયું હતું અને કેમ્પમાં પશુઓના પેટમાંથી પ્લાસ્ટિક પણ મોટા પ્રમાણમાં કાઢવામાં આવ્યું હતું

Post ad 2

        મોરબીના પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાના માર્ગદર્શન હેઠળ મોરબી પાંજરાપોળ દ્વારા પશુરોગ અને સર્જીકલ કેમ્પ યોજાયો હતો જેમાં રખડતા ઢોરોનું ઓપરેશન કરી અંદરથી પ્લાસ્ટિક કાઢવામાં આવ્યું હતું એક ઢોરના પેટમાંથી ૧૦ થી ૧૫ કિલો પ્લાસ્ટિક નીકળ્યું હતું અને પ્રાણીઓને પ્લાસ્ટિકથી થતા નુકશાનથી બચાવવા પ્લાસ્ટિક મુક્ત મોરબી બનાવવા પણ પૂર્વ ધારાસભ્ય અને તેની ટીમ કાર્યરત છે

        કેમ્પમાં પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, ભાજપ અગ્રણી રીષીપભાઈ કૈલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat