Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં ચકલી બચાવો અભિયાન અંતર્ગત ચકલીના માળાનું વિતરણ

એક સમયે સવારમાં જ ચકલીની ચી ચી થી વાતાવરણ ગુંજી ઉઠતું હતું જોકે એ જ ચકલીની પ્રજાતિ લુપ્ત થવાને આરે પહોંચી છે ત્યારે વિવિધ સંસ્થાઓ ચકલી બચાવો અભિયાન ચલાવી રહી છે જેમાં મોરબીની એનીમલ હેલ્પલાઈન એન્ડ બર્ડ શેલ્ટર દ્વારા ચકલીના માળાનું વિતરણ કરવામાં આવશે

આ પૃથ્વી પર પ્રાણી પશુ પક્ષી સૌનો સરખો હક અને અધિકાર છે પરંતુ અત્યારના સમયમાં  માનવીએ સવાયા બની આ અવની ઉપર પોતાનો અધિકાર જમાવી દીધો છે. આડેધડ વૃક્ષો કાપી સિમેન્ટ કોન્ક્રીટના જંગલો બનાવી દીધા છે. પક્ષીઓના આશ્રય છીનવી લીધા છે એક સમયે ચારેબાજુ ચકલીઓની ચી ચી થી વાતવરણ ગુંજી ઉઠતું હતું પણ વર્તમાન સમયમાં ચકલીઓની સંખ્યા દિન પ્રતિદિન ઘટતી જાય છે ત્યારે ચકલીના બચાવમાં મોરબી અનેમલ હેલ્પલાઇન વ્હારે આવેલ છે અને લાતી પ્લોટ શેરી નંબર-5 મોરબીમાં આવેલ ઓફિસેથી વિનામૂલ્યે ચકલીના માળાનું વિતરણ કરવામાં આવશે તો સર્વે જીવદયા પ્રેમીઓને અપીલ કરવામાં આવે છે કે એનિમલ હેલ્પ લાઈન નં 70162 57070 ઉપર સમ્પર્ક કરી ચકલીના માળા લઈ જવા અને ચકલી બચાવવાના ભગીરથ કાર્યમાં સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Comments
Loading...
WhatsApp chat