મોરબી નવાડેલા રોડ પર ઉભરાતી ગટરથી વેપારીઓ હેરાન

ચીફ ઓફીસર ને કરી રજૂઆત

મોરબીના નવાડેલા રોડ પરની બજારમાં આવેલી દુકાનોમાં વેપાર કરતા વેપારીઓ છેલ્લા કેટલાય દિવસથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે . અગાઉ જે ગટરના પાણીનો નિકાલ થતો હતો તે બંધ થઈ ગયો છે. આ વિસ્તારમાં કેટલાક લેભાગુ વેપારીઓએ ગેરકાયદેસર રીતે ઓટલા બનાવી નાખ્યા છે. જેથી ગટરના પાણીના નિકાલની વ્યવસ્થા બગડી ગઈ છે. ઓટલા બનાવી નાખવામાં આવતા પાલિકાના સફાઈ કર્મચારીઓ યોગ્ય રીતે ગટરની સફાઈ કરી સકતા નથી જેને પગલે ગટરના ગંદા પાણી ઉભરાઈને દુકાનોમાં આવે છે જેની અસર વેપાર ધંધા પર પડી રહી છે તેમજ ગટરના ગંદા પાણીની દુર્ગંધ પણ વેપારીઓને સહન કરવી પડે છે. ત્યારે નવાડેલા રોડ પર જે દુકાનદારોએ ઓટલા બનાવ્યા છે તેની સામે પગલા ભરીને આવા ઓટલા તોડી પાડીને ગટરના પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ વેપારીઓએ પાલિકાના ચીફ ઓફિસરને કરવામાં આવી છે

Comments
Loading...
WhatsApp chat