મોરબીના ઉમિયા સર્કલ નજીક રોડ પર વાહનોના ઠપ્પા, ભક્તિનગર સર્કલ નજીક ધંધાર્થી દંડાયા

 

મોરબી શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે ટ્રાફિકને નડતરરૂપ બનતા ખાણીપીણીના ધંધાર્થીઓ પર શનિવારે કાર્યવાહી કરવામાં આવી હતી. જે બાદ સતત બીજે દિવસે રવિવારના રોજ પણ મો ૩ ખાણીપીણીના ધંધાર્થીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.પરંતુ ઉમિયા સર્કલ નજીક ભક્તિનગર સર્કલ નજીક રોડ પર વાહનોના મન ફાવે તેમ પાર્કિંગ કરવામાં આવેં છે તેની સામે પોલીસ કાર્યવાહી નથી અને ખાણી-પીણીના ધંધાર્થીઓ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે

જેમાં મોરબી પોલીસે ટ્રાફિકને નડતરરૂપ ખુરશી ટેબલ ગોઠવીને વ્યવસાય કરતા ન્યુ વિરાટ પાંઉભાજીના કલ્પેશભાઇ કેશવજીભાઇ ઘોડાસરા, ફીનીક્સ આઇસ્ક્રીમના નિમિશભાઇ નરભેરામભાઇ બાવરવા અને રાજસ્થાની ભેળના પ્રકાશભાઇ સોહનલાલ મોદી સામે ટ્રાફિક નિયમભંગ બદલ કાર્યવાહી કરી હતી.

જ્યાં પોલીસે ખુદ ફરિયાદી બની જણાવ્યુ હતું કે, ધંધાર્થીઓ દ્વારા ટ્રાફિકને અડચણરૂપ થાય તેમજ અકસ્માત બનાવ બને તે રીતે ભયજનક રીતે જાહેર રોડ પર વચ્ચોવચ ખુરશી-ટેબલ રાખી વ્યવસાય કરતાં હતા. જેથી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબીના ઉમિયા સર્કલથી ભક્તિનગર સર્કલ નજીક કોમર્શીયલ કોમ્પલેક્ષની આસપાસ આડેધડ વાહનોના ઠપ્પા લાગેલા હોય અને પોલીસ પણ પેટ્રોલિંગ કરતી હોય પરંતુ રોડ પર ટ્રાફિકને અડચણરૂપ બનતા વાહનો સામે પોલીસ કાર્યવાહી કરવાના બદલે ભક્તિનગર સર્કલ નજીક ખાણી પીણીના ધંધાર્થીઓ સામે કાર્યવાહી કરી પરંતુ સાહેબ ખરેખર ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ કરવું હોય રોડ પર ટ્રાફિકને અડચણ બનતા વાહનો સામે કાર્યવાહી કરો

Comments
Loading...
WhatsApp chat