

મોરબી શહેર અને તાલુકા પંથકમાં ફરીથી વાહનચોર ગેંગ સક્રિય થઇ હોય તેમ મોરબી શહેર અને મોરબીના પીપળી ગામમાંથી બુલેટ સહીત ત્રણ બાઈક ચોરી થયાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે
મોરબીના વાવડી રોડ વિસ્તારના રહેવાસી કરણસિંહ રવુભા જાડેજાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૨-૦૯ ના રોજ મહેન્દ્રપરા શેરી નં ૧૩ ના તેના જુના ઘર પાસેથી સ્પ્લેન્ડર બાઈક નં જીજે ૦૩ એચજી ૧૧૮૧ કીમત ૨૦,૦૦૦ વાળું અજાણ્યો ઇસમ ચોરી ગયો છે
જયારે નવી પીપળી ગામના રહેવાસી પ્રવીણભાઈ વિરજીભાઈ જગોદણા નામના પટેલ આધેડે ફરિયાદ નોંધાવી છે કે તેનું બુલેટ નં જીજે ૩૬ કે ૮૯૩૩ કીમત ૧,૪૦,૦૦૦ ચોરી થયું છે જ્યારે સાહેદ વિશાલભાઈ નાનજીભાઈ જશાપરાનું હોન્ડા સાઈન મોટરસાયકલ નં જીજે ૩૬ એ ૪૬૧૧ કીમત ૧૫,૦૦૦ વાળું અજાણ્યા ઈસમો ચોરી ગયા છે મોરબી શહેર અને તાલુકામાં ત્રણ બાઈક ચોરી અંગે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે