નાની વાવડી ગામે વીજપોલ નમી ગયો, દુર્ઘટના સર્જાય તો કોની જવાબદારી ?

 

        સરકારી તંત્ર કેટલું આળસુ અને બેદરકાર હોય છે તેના તો અનેક કિસ્સાઓ જોવા મળતા જ હોય છે આવો વધુ એક કિસ્સો મોરબી નજીકના નાની વાવડી ગામમાં જોવા મળ્યો છે. જેમાં એક વીજપોલ ઝુકી ગયો છે જે ગમે ત્યારે અકસ્માત સર્જી સકે છે

        મોરબીના નાની વાવડી ગામે આવેલ જુના કુવાવાળી શેરીમાં એક વીજપોલ ઝુકી ગયેલો જોવા મળી રહ્યો છે તો અહી નજીકમાં બની રહેલા ઘરના માલિકે આ મામલે વીજતંત્રને અરજી કરી હતી અને વીજપોલ તૂટી પડે તે પૂર્વે તેની યોગ્ય વ્યવસ્થા કરવા માટે અરજી કરી હતી જોકે વીજતંત્ર પાસે આવી સમસ્યાઓ માટે સમય ના હોય તેમ કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી અને વીજપોલ ઝુકી ગયેલી હાલતમાં જોવા મળી રહ્યો છે

         તો વળી ચોમાસાની ઋતુ પણ નજીક છે સામાન્ય રીતે ચોમાસા પૂર્વે કરવામાં આવતી પ્રી મોન્સૂન કામગીરીમાં આવા જોખમી વીજપોલ અંગે પણ કાર્યવાહી કરવાની હોય છે જોકે વીજતંત્ર આ ઝુકી ગયેલો વીજપોલ કોઈની માથે પડે અને દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈ રહ્યા હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે તો તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ પણ ખુલી જવા પામી છે

        ચોમાસામાં ફૂંકાતા ભારે પવન દરમિયાન આ વીજપોલ ખાબકે તો શોટ સર્કીટનો ભય પણ ગ્રામજનોને સતાવી રહ્યો છે તો વાવડી ગામના જાગૃત નાગરિક વિપુલ પડસુંબીયાએ આ વીજપોલ અંગે તંત્ર યોગ્ય કામગીરી કરે તેવી માંગ કરી રહ્યા છે

Comments
Loading...
WhatsApp chat