



આગામી તારીખ 7/10/18ને રવિવાર ના રોજ વેદ પ્રચાર અભિયાન ની પૂર્ણાહૂતિ થનાર છે. ટંકારામાં સતત પાંચ મહિના થી વેદ પ્રચાર અભિયાન ચાલી રહ્યું છે, જેમાં ટંકારાની અલગ અલગ સોસાયટીમાં તથા અલગ અલગ વિસ્તારમાં દરરોજ બે પરિવાર માં આ અભિયાન ચાલી રહ્યું છે
જેમાં હસમુખભાઈ પરમાર, આનંદભાઈ અગોલા, યોગેશ ભાઈ કારાવડિયા તથા પંડિતજી ખૂબ મહેનત કરી રહ્યા છે તથા સાચો વેદ ધર્મ, સાચી જીવન પદ્ધતિઓ , આપણી પ્રાચિન જીવન શૈલી કેવી હતી હાલ કેવી છે તેના વિશે રસપ્રદ રીતે સમજૂતિ આપી . ઉપરાંત આ અભિયાનની પૂર્ણાહૂતિ માં રોઝડ આશ્રમ થી લગભગ40 મહેમાનો , વિદ્વાનો આવી રહ્યા છે તો રવિવારે 7 તારીખે સવારે 8: 00 કલાકે ત્રણ હાટડી શેરી આર્ય સમાજ ખાતે પુર્ણાહુતી યોજવામાં આવશે



