

ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીના પરધમ વાગી રહ્યા છે અને સતારંજના ખેલની જેમ રાજકીય પક્ષો દ્વારા એક પછી એક પન્ના ખોલવામાં આવી રહ્યા છે ત્યારે પાસ સમિતિના કન્વીનરો વરુણ પટેલ અને રેશમા પટેલ બંને અચાનક ભાજપમાં જોડાતા રાજકારણ માં નવો રંગ પુરાયો છે.વરુણ પટેલ અને રેશમા પટેલ ભાજપમાં જોડતા પાટીદાર સમાજ દ્વારા ઠેર-ઠેર પુતળા દહન કરી વિરોદ્ધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.જેમાં હળવદ તાલુકાના રણમલપુર ગામે રાત્રીના પાસના કાર્યકરો દ્વારા પાટીદાર સમાજ સાથે ગદ્દારી કરનાર વરુણ પટેલ અને રેશ્મા પટેલ સામે રોષ વ્યકત કરી બન્ને ના વાજતે ગાજતે ઢોલ નગારા સાથે અંતિમ સંસ્કાર નો કાર્યક્રમ યોજી બન્નેના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.