Billboard ad 1150*250

ગાંધી જયંતિ નિમિતે મોરબીની નાલંદા વિધાલયમાં વિવિધ કાર્યક્રમો યોજાયા

0 62
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને સ્વતંત્ર ભારતના દ્વિતીય વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી જન્મ જયંતી નિમિતે નાલંદા પરિવાર દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શાળાના કેમ્પસ ડાયરેક્ટર જયેશભાઈ ગામીના માર્ગદર્શન હેઠળ, મહાત્મા ગાંધી ને એક વ્યક્તિ તરીકે નહી પણ એક વિચાર તરિકે આજ ના યુગમાં જો અનુસરવામા આવે તો મોટા ભાગની સામાજિક, વૈચારિક અને પારીવારીક સમસ્યાઓ ઉકેલાય જાય એ ઉદેશ્ય સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા.ગાંધીજીના પ્રીય ભજન ‘વૈષ્ણવ જન તો’ થી કાર્યક્રમથી શરુઆત કરવામાં આવી હતી.તેમજ આ કાર્યક્રમનુ સંચાલન ઘોરણ ૮ ની વિદ્યાર્થીની ક્રિષ્ના અઘારા એ કર્યુ હતું.

શાળાની ઘોરણ ૮ ની વિદ્યાર્થીની જાનકી ડઢાણીયા દ્વારા લાલબહાદુર શાસ્ત્રીજી ના જીવન પ્રસંગો વર્ણવાયા અને ઘોરણ ૬ ના વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીજી ના જીવન પ્રસંગો નાટક રુપે રજુ કરવામાં આવ્યું હતું. શાળાના પ્રીન્સીપાલ સુષ્મા જી. પિલ્લાઈ દ્વારા પ્રસંગોચિત સંબોધન કરાયુ હતું જેમા બાળકો ગાંધીજી ના સ્વચ્છતા પ્રત્યે ના આગ્રહ ને તથા શાસ્ત્રીજી ની પ્રામાણિકતા જેવા ગુણો ને પોતાના જીવન મા વણી લે તેવો આગ્રહ કરવામાં આવ્યો હતો.તેમજ શાળા ની ધોરણ ૬ વિદ્યાર્થીનીઓ પર્લ સેરશીયા તથા યશ્વી પટેલ દ્વારા શાળા પરિવાર ને ગાંધીજી ના નિયમો પ્રમાણે બનાવાયેલ અને વ્યસન મુક્તિ, સ્વચ્છતા, સ્વદેશી અપનાવવા, સત્ય પાલન, યોગાસન તથા કસરત દ્વારા પોતાના શરીર ને સુદઢ બનાવવા વગેરે જેવા પ્રણ લેવડાવવામાં આવ્યા હતા તથા શ્રમદાન નું મહત્વ સમજાવાયું..

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat