ગાંધી જયંતી નિમિતે હળવદની તક્ષાશીલા વિધાલયમાં વિવિધ કાર્યક્રમો યોજાયા

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

ગાંધીજયંતીના પવન પર્વ પર રાષ્ટ્રપિતા અને સ્વચ્છતાનાના અગ્રણી ગાંધીબાપુનો જન્મદિવસ નિમિતે હળવદની તક્ષશિલા વિધાલમાં વિવિધ કાર્યક્રમમો યોજાયા હતા.હેમા વકૃત્વ સ્પર્ધા,વેશભૂષા જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં વિધાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

હળવદની તક્ષશિલા વિધાલયમાં વિવિધ કાર્યક્રમો યોજાયા.જેમાં “મારા પ્રિય બાપુ”એ વિષય પર વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધામાં સીણોજીયા દર્શી ચેતનભાઈ અને પરમાર રોશનીએ પ્રથમ નંબર મેળવ્યો હતો તો “હું બનું ગાંધીબાપુ” વિષય પર આધારિત વેશભૂષા કાર્યક્રમમાં માકાસણા જય અને પટેલ ખંજને ગાંધીજીનો રોલપ્લે કરી પ્રથમ નંબર મેળવ્યો હતો

જયારે બાપોદરિયા વેદ અને સીણોજીયા મિરલ વકૃત્વ સ્પર્ધામાં અને વિડજા મૈત્રી અને ગજ્જર કલ્પ વેશભૂષા કાર્યક્રમમાં બીજો નંબર મેળવ્યો હતો.સ્વચ્છત ભારતના સંકલ્પ સાથે ગાંધીબાપુનો રોલપ્લે કરનાર તમામ વિધાર્થીઓએ સ્વચ્છના પ્રતિક સમા ઝાડું, સાવરણી હાથમાં લઈને પ્રકૃતિ ઉર્ધાનનીસફાઈ કરી હતી.શાળાના આચાર્ય અરવિંદભાઈ સોલંકીએ ગાંધીજી વિષે અને નદીના તરીને પણ ભણવા માટે શાળાએ જનાર લાલ બહાદુર શાસ્ત્રીના જીવન પ્રસંગો વર્ણવ્યા હતા.શાળાના મેનેજીંગ ડીરેકટર ડો.મહેશભાઈ પટેલે ગાંધીજીમાં રહેલ કૃષ્ણના મોરપીછની મમતા અને વાંસળી અંગે વિધાર્થીઓને માર્ગદશન પૂરું પાડ્યું હતું.તેમજ શિક્ષક કોમલબેન, સુનીતાબેન, એ,.ડી.સર,હેતલ ટીચર, રાધિકા મેડમ,મેધનાબેન,પ્રિયંકાબેન સહિતના સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી તથા ધૂડખર અભયારણ્યના આર.એફ.ઓ. ટી.એન.ડઢાંણીયાના નેતૃવ્તમાં વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત સ્વચ્છતા રેલીનું આયોજન કર્યું હતું.

Comments
Loading...
WhatsApp chat