


સંવિધાન દિવસ ની ઉજવણી નિમિતે નવજીવન વિકલાંગ સેવાશ્રય હળવદ દ્વારા 26/11/2018 સવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ ભારતીય પરંપરા મુજબ આવેલ આંમત્રીત મહેમાનોનું સ્વાગત કરવામાં આવું હતું.
કાર્યક્રમ ની શરૂઆતમાં ઉપસ્થિત રહેનાર એડવોકેટ ચિરાગભાઈ રાવલ દ્વારા ભારતીય સવિધાન,બંધારણ,આમુખ અને સમાન હકો ની વિસ્તૃત ચર્ચા કરીને બાળકોને માહિતગાર કર્યા હતા.તેમજ મોડેલ સ્કૂલ હળવદ કર્મચારી પાર્થભાઈ દ્વારા ભારતના બંધારણીય વડા બાબા સાહેબ આંબેડકરના જીવનચરિત્ર વિશે બાળકોને માહિતગાર કર્યા હતા, કાર્યક્રમના અંતે સંસ્થાના પ્રવાસી શિક્ષક કુસુમબેન સેંગલ દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર મહેમાન, અડવોકેટ ચિરાગભાઈ રાવલ,ગોપાલભાઈ, તેમજ મોડેલ સ્કૂલ હળવદ કર્મચારીઑ રોહિતસાહેબ, પાર્થભાઈ તેમજ મહેમાનોની આભારવિધિ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન બળવંતભાઈ જોશી દ્વારા કરવામાં આવું હતું.
તે ઉપરાંત મોરબીમાં સમતા ફાઉન્ડેશનના મિત્રો દ્વારા ભારતીય સંવિધાન દિવસ ની ઉજવણી સંવિધાનના નિર્માતા ડો. બી.આર આંબેડકર ની પ્રતિમા ને ફુલહાર કરી અને સંવિધાન નું પાલન કરવા ની પ્રતિજ્ઞા સાથે કરવામાં આવી હતી