Billboard ad 1150*250

જીલ્લા કક્ષાની વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાઓમાં હળવદની તક્ષશિલા વિદ્યાલયનો દબદબો છવાયો.

0 76
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

                મોરબી જીલ્લા કક્ષાની યુવા મહોત્સવ,બાળ પ્રતિભા શોધ,રાસ ગરબા હરીફાઈ વગેરે સ્પર્ધાઓ તાજેતરમાં સંપન્ન થઇ.સાહિત્ય,સંગીત,કલા અને નૃત્ય એમ ચાર વિભાગોની સ્પર્ધાઓ યોજાઈ જેમાં હળવદની તક્ષશિલા વિદ્યાલયે ૧૮ સ્પર્ધઓમાંથી નવ સ્પર્ધામાં ગોલ્ડ,સિલ્વર,અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા.લોક નૃત્યની ખુલ્લો વિભાગની સ્પર્ધામાં મહારાષ્ટ્રીયન “લાવણી” લોકનૃત્ય “અપ્સરા આલી” એ પ્રથમ નંબર મેળવી રાજ્ય/ઝોન કક્ષાની સ્પર્ધા માટે પસંદ થયેલ હતું,જયારે તક્ષશિલા વિદ્યાલયની આઠ બાળાઓએ ગીત ગાઈને સૌને મંત્રમુગ્ધ કરી સમૂહ ગીત સ્પર્ધામાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

Post ad 2

દોહા-છંદ ચોપાઈમાં આચાર્ય ધ્રુવીલ, ગઝલ-શાયરીમાં રાવલ નેહલ,લોકવાર્તા અને લોકગીતમાં ગઢવી સારંગ,વકૃત્વ સપર્ધામાં રંગાડીયા પ્રીતિ અને રાજસ્થાની ઘૂમર લોકનૃત્યમાં પટેલ ખુશાલી એન્ડ ગ્રુપે બીજો નંબર મેળવ્યો હતો.જીલ્લા કક્ષાની રાસની સ્પર્ધામાં તક્ષશિલા બી.એડ કોલેજના જયકિશન એન્ડ ગ્રુપે “નંદ ઘેર,આનંદ ભયો” રાસ રજુ કરીને દ્વિતીય સ્થાન હાસલ કરેલ,તો “ માડી તારે મંદિરીયે રે ઘૂઘરા ઘમકે છે ” માં સુર,લય અને તાલ સાથે પ્રાચીન ગરબામાં દ્વિતીય નંબર તક્ષશિલા વિદ્યાલયની બાળાઓએ મેળવ્યો હતો.લગ્નગીતમાં માકાસણા સૃષ્ટિ અને ભજનમાં ગઢવી મહાવીરસિંહે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

તમામ કૃતિઓ તૈયાર કરવામાં રાઠોડ રેખાબેન,મારુણીયા જયંતીસર,સથવારા રેખાબેન,રાઠોડ રીધ્ધીબેન,ચાવડા લલીતાબેને ભારે જહેમત ઉઠાવી હતી.સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની અને ગુજરાતરાજ્ય કક્ષાની આગામી વિવિધ સ્પર્ધાઓમાં તમામ વિજેતા વિદ્યાર્થીઓ શાળાને ગૌરવ અપાવે તેવી શુભેચ્છા સંચાલાક્શ્રી અને આચાર્યશ્રીએ વ્યક્ત કરી હતી. 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat