



મોરબી શહેરમાં ગણપતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં મહાપ્રસાદ, વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી રહી છે અને ભક્તિભાવ અને ઉલ્લાસપૂર્ણ રીતે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે
મોરબીના શકિત સોસાયટીના ગણેશ ઉત્સવમાં ધોરણ ૧ થી ૧૦ ના બાળકો માટે રમત સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં કુલ ૮૯ બાળકો એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલ. દરેક રમતમાં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનારને બાળકોને શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ. જયારે માધાપર સોશ્યલ ગ્રુપ દ્વારા શનિવારે ગણેશ મહોત્સવમાં ગણપતિ બાપાને છપ્પન ભોગનો પ્રસાદ ધરવામાં આવ્યો હતો
તે ઉપરાંત મોરબીના ઈગલ ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે જે મહોત્સવમાં અધિકારીઓ અને પદાધિકારીઓએ પણ દર્શનનો લાભ લીધો હતો જ્યારે મોરબીની ખારા કુવા શેરીમાં આયોજિત ગણપતિ મહોત્સવમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે
જયારે મોરબીના સામાકાંઠે વર્ધમાનનગર સોસાયટીમાં છેલ્લા ચાર વર્ષથી વર્ધમાન મિત્ર મંડળ દ્વારા ગણપતિ મહોત્સવ ઉજવાય રહ્યો છે જે ઉજવણી સાથે વ્યસનમુક્તિ, પર્યાવરણ બચાવો જેવા વિષયો પર જાગૃતિ લાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તો રવિવારે દુંદાળા દેવનું વાજતે ગાજતે વિસર્જન કરવામાં આવશે અને ભક્તો ભારે હૈયે બાપાનું વિસર્જન કરીને મહોત્સવની પુર્ણાહુતી કરશે



