

સી.યુ. શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ સુરેન્દ્રનગર સંચાલિત રાષ્ટ્રીય સેવા મંડળ પ્રજ્ઞાચક્ષુ પુનવર્સન સેવા કેન્દ્ર લક્ષ્મીનગર દ્વારા ભારતના સ્વાતંત્ર્ય દિવસ નિમિતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
જે સમારોહમાં નેત્રહીન ભાઈઓ અને બહેનોએ નિબંધ, દેશભક્તિ ગીતો, અને પોતપોતાના પ્રતિભાવો રજુ કર્યા હતા સંસ્થાના સંચાલક ફાતિમા રંગવાલા દ્વારા પ્રાસંગિક પ્રવર્ચન આપવામાં આવેલ સમારોહમાં નેત્રહીન કામદારોએ દેશના વીર જવાનો માટે સૈનિક ફંડ રોજનો એક રૂપિયો એટલે કે મહિનાના ૩૦ રૂપિયા આપવાની તૈયારી દર્શાવી હતી સંસ્થા પરિવારમાં એમ.કે. જવેલર્સના મનીષભાઈ સોની તરફથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી અને પોતાના મોજશોખને બદલે પરિવારે નેત્રહીનોને ભોજન કરાવીને સમાજને પ્રેરણા પૂરી પાડી હતી