

મોરબી વન વિભાગ તથા વેદાંત કેઇન્સ ઈન્ડીયા દ્વારા વન્ય જીવ સંરક્ષણ સપ્તાહ ની ઉજવણી અંતર્ગત શહેર ના સન ફ્લાવર એડ્યુકેશન ટ્રસ્ટ-સૌરાષ્ટ્ર હાઈ ટેક સંચાલીત સંસ્થાઓની પસંદગી કરવા મા આવી હતી. જેમા માસુમ વિદ્યાલય, ન્યુ ઓમ શાંતી સ્કુલ, ઓસેમ સ્કુલ, ઓમ.વી.વી.આઈ.એમ. કોલેજ ના વિદ્યાર્થીઓ જોડાયા હતા.જેમાં સવારે ૮ કલાકે શહેર ના મુખ્યમાર્ગો પર બહોળી સંખ્યા મા પર્યાવરણ તથા વન સંરક્ષણ ના બેનર તથા સુત્રોચાર સાથે વિશાળ રેલી યોજવા મા આવી હતી.બાદમાં વન વિભાગ ના અધીકારીઓ, વેદાંત કેઈન્સ ઈન્ડીયા ના પ્રતિનીધીઓ, મયુર નેચર ક્લબ, ફુલછાબ નવરંગ નેચર ક્લબ ના સંચાલકો એ વિદ્યાર્થીઓ ને વન સંવર્ધન તથા વન્યજીવ સંરક્ષણ અંગે માર્ગદર્શન આપ્યુ હતું.
આ તકે સંસ્થા ના ટ્રસ્ટી સુમંત ભાઈ પટેલ, ભવ્યદીપ સિંહ જેઠવા, નાયબ વન સંરક્ષક ભાલોડી, મદદનીશ વન સંરક્ષક કોટડીયા,કેઈન્સ ઈન્ડીયા ના ચક્રેશ, વંદના બેન મહેરા, મયુર નેચર ક્લબ ના મારૂતી, વી.ડી. બાળા, ફોરેસ્ટ ઓફીસર વી.પી. જાડેજા, એમ.જી.દેત્રોજા, એ.આર. ડાંગર, એરવાડીયા, કોરીંગાસહીત ના ઉપસ્થીત રહ્યા હતા.આ કાર્યક્રમ ને સફળ બનાવવા સંસ્થા ના પ્રિન્સિપાલ ધર્મેન્દ્ર ભાઈ ગડેશિયા, શના બેન કાઝી, હીમાંશુ ભાઈ શેઠ, ચિરાગ ભાઈ ગામી, જયેશ ભાઈ મહેતા, વિમલ ભાઈ વરસાણી, હાર્દીક ભાઈ ઉદાણી સહીત ના સ્ટાફ ગણે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમ નુ સંચાલન સંસ્થા ના નિર્મિત ભાઈ કક્કડે કર્યુ હતુ.