વાંકાનેર માર્કેટીંગ યાર્ડ દ્વારા ખેડૂતોને કેટલી સહાય આપી, જાણો?

વાંકાનેરના માર્કેટીગ યાર્ડ દ્વારા ટપક સિંચાઈ યોજના અંતર્ગત ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં  વાંકાનેર તાલુકાના આ ૭૬૯ ખેડૂતોનો ૬૬ લાખની રકમના ચેક આપવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં ધારાસભ્ય મહંમદ જાવેદ પીરજાદા,વાંકાનેર માર્કેટીગ યાર્ડના ચેરમેન રસુલભાઈ,વાઈસ ચેરમેન હરદેવસિંહ જાડેજા,ઈરફાનભાઈ પીરજાદા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ચેક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.ધારાસભ્ય પીરજાદાએ જણાવ્યું હતું કે આજના કાર્યક્રમમાં વાંકાનેર પંથકના ૧૦૧ ગામડામાંથી ૭૦ ગામડાના ખેડૂતોને ટપક સિંચાઈના સહાયના ચેકનો આપવામાં આવ્યા હતા.છતા હજુ રહી જતા ૩૦ ટકા ગામડાઓમાં જાગૃતતા લાવવાની જરૂર છે.

 

Comments
Loading...
WhatsApp chat