

વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઓવરબ્રીજ પાસેથી વિદેશી દારૂ ભરેલી ટ્રક પસાર થયાની ખાનગી બાતમી મળતા કૃણાલ પટેલ સહિતની આર.આર.સેલની ટીમે ઓવરબ્રીજ પર વોચ રાખી ત્યાંથી પસાર થતા વાહનચેકિંગ કરતા વાંકાનેર બાઉન્ડ્રી ઓવરબ્રીજ પાસેથી ટ્રક નં.એચ.આર.૫૮-બી-૮૦૧૯ નીકળતા તેને રોકી ચેક કરતા ટ્રકમાં પાછળના ભાગે ચેકિંગ કરતા પ્રથમ ભુસની બોરીઓ નીકળી હતી તેને આર.આર.સેલની ટીમે ખસેડતા પોલીસ પણ ખુદ દંગ રહી ગઈ હતી.ટ્રકમાંથી ઇંગલીશ દારૂ બોટલ નંગ-૧૦૬૬૪ તથા નાના ચપલા નંગ-૩૩૬૦ અને બીયર તીન નંગ-૫૨૫૨ મળીને કુલ ૫૨,૯૪,૮૦૦,મોબાઈલ ફોન નંગ-૧ તથા ટ્રક મળીને કુલ ૬૭,૯૫,૩૦૦ મળીને ૪ આરોપીની ધરપકડ કરી હતી.