


વાંકાનેર ના ધિયાવડ ગામેથી પોલીસે 9 લાખથી વધુના દારૂ સાથે એકને ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર તાલુકામાં આવેલ ઘીયાવડ ગામની ખાલીપો નામની સીમમાં આવેલ ભીમાભાઈ ની વાડી ની બાજુમાં ખરાબાની જમીનમાં આવેલ મકાનમા મોરબી એલ.સી.બી. ટીમે દરોડો પાડી વિદેશી દારૂ બોટલ નંગ 2472 કિંમત 915300, એક સ્કોર્પિયો ગાડી કિંમત 150000 અને મોબાઈલ 5000 મળીને કુલ 1070300 નો મુદ્દામાલ સાથે મહેશ ઉર્ફે મુન્નો ધુઆભાઈ કોળી નામના શખ્સને ઝડપી પાડયો હતો . અનીરૂધ્ધસિહ ગંભીરસિંહ ઝાલા ઉર્ફે મોન્ટુભા રહે. ખેરવા વાળા નું નામ ખુલતા પોલીસે શોધખોળ શરૂ કરી છે

