માળીયાના વધારવા પાસે અકસ્માતમાં મહિલાનું મોત

માળિયાના મચ્છુ પુલ નજીક બે બાઈક અથડાતા ત્રણના મોત થયા હતા જયારે એકને ગંભીર ઈજા પહોંચી હતી તે ઉપરાંત માળિયાના વાઘરવા-માંણાબા હાઈવે પર રાહદારી મહિલા પવનબા પર્વતસિંહ ઝાલા (ઉ.વ.૩૨ ) રહે. થડા તા. ધ્રાંગધ્રા વાળાનું ટ્રકની ઠોકરે મોત થયું છે. આમ માળિયા હાઈવે જાણે યમરાજના ધામા હોય તેમ જુદા જુદા ૨ અકસ્માતમાં ૨ મહિલા સહિત ૪ ના મોત થયા છે જેથી માળિયા પથકમાં શોકનું મોજું છવાય ગયું છે અને મુસ્લિમ આગેવનો હોસ્પિટલ દોડી ગયા હતા

Comments
Loading...
WhatsApp chat