



૧૬ જુલાઈ થી શરુ થયેલ અને અંદાજીત ૬૦ દિવસ સુધી મોરબી જીલ્લામાં ચાલનારા ઓરી અને રૂબેલા રસીકરણ અભિયાનમાં અંદાજીત ૨.૮૬ લાખ બાળકોના રસીકરણ કરવાના આયોજનમાં પ્રથમ નવ દિવસના અંતે કુલ ૭૦,૬૨૦ બાળકોને ઓરી અને રૂબેલા નું રસીકરણ સફળતા પૂર્વક કરવામાં આવેલ છે અને બાળકોના વાલીઓ ઉત્સાહ પૂર્વક સારો એવો સાથ સહકાર આપી રહ્યા છે.
મોરબી જીલ્લાના નવ માસથી પંદર વર્ષ સુધીના તમામ બાળકો ઓરી અને રુબેલાની રસી મુકાવે અને આ બેનને રોગો સામે રક્ષાન મેળવે તથા “બે બીમારીઓને હરાવીસું, આ રસી અવસ્ય અપાવીશું” આ સુત્રને ખરા અર્થમાં કરવા અંગે બાળકોના વાલીઓને આરોગ્ય શાખા જીલ્લા પંચાયત મોરબીના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. પી. જી. ભટ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે



