મોરબીના સંકુલ કક્ષાના વિજ્ઞાનમેળામાં વી. સી. હાઈસ્કૂલની જિલ્લા કક્ષા માટે પસંદગી

GCERT – ગાંધીનગર પ્રેરિત, DIET – રાજકોટ અને જીલ્લા શિક્ષણાધિકારી કચેરી, મોરબીના ઉપક્રમે ઉમા વિદ્યા સંકુલમાં શંકરલાલ શાસ્ત્રી શાળા વિકાસ સંકુલ દ્વારા તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન યોજાઈ ગયું. જેમાં આશરે 67 શાળાઓએ ભાગ લીધેલ હતો, તે પૈકી ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં શહેરની ધી વી. સી. ટેક્નિકલ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ રંગ રાખ્યો હતો.

આ પ્રદર્શનમાં વી. સી. હાઈસ્કૂલ દ્વારા ઉચ્ચત્તર માધ્યમિક વિભાગના અલગ અલગ વિભાગમાં ત્રણ કૃતિઓ મૂકવામાં આવેલ હતી અને આ ત્રણેય કૃતિઓ પ્રથમ ક્રમે આવીને જિલ્લા કક્ષા માટે પસંદગી પામી છે. જેમાં પ્રથમ વિભાગમાં કૃષિ ઉપયોગી વર્કિંગ રોબોટ નામની કૃતિ જીતિયા દિનેશ અને કાસુંદ્રા હિત દ્વારા શિક્ષક શ્રી પુનિતભાઈ વાંસદડિયાના માર્ગદર્શન હેઠળ, બીજા વિભાગમાં વ્યસનમુક્તિ તરફ એક કદમ – હર્બલ માવો ના નામે મહેતા દર્શના અને વાઘેલા પ્રિયંકા દ્વારા શિક્ષક શ્રી અમિતભાઇ તન્ના ના માર્ગદર્શન હેઠળ અને પાંચમા વિભાગમાં લાઈ ફાઈ સિસ્ટમ નાં નામે ઝાલા અનુરાગ અને જીતિયા શૈલેષ એ શિક્ષકશ્રી સુધીરભાઇ ગાંભવાના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવી હતી.

આ ત્રણેય કૃતિઓ આગામી 27, 28, 29 સપ્ટેમ્બર ના રોજ નવા સાદુળકાની સર્વોપરી શૈક્ષણિક સંકુલમાં યોજાનાર જિલ્લા કક્ષાના વિજ્ઞાનમેળા માં શાળા તેમજ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. આ બાબતે શાળાના આચાર્ય બી.એન.વીડજાએ શાળા પરિવાર વતી શુભેચ્છા પાઠવી છે અને ભવિષ્યમાં પણ જિલ્લાકક્ષાએ સારો દેખાવ કરી આ કૃતિઓ અગ્રેસર રહે એવી શુભકામનાઓ પાઠવી છે.

Comments
Loading...
WhatsApp chat