



તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
મોરબીની ઐતિહાસીક અને રાજાશાહી વખતની વી.સી. હાઇસ્કુલને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા દત્તક લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શાળાના આચાર્યનો ચાર્જ સિનિયર શિક્ષકને સોંપાતા રેગ્યુલર આચાર્યની નિમણુંક ન થાય ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થાના ભાગરૂપે આ નિર્ણય કરાયો છે.
મોરબી જિલ્લાની રાજાશાહી વખતની ૧૨૬ વર્ષ જુની વક્તુબા ચેરીટેબલ ટ્રસ્ટ ટેનકનીકલ હાઈસ્કુલ સરકાર સંચાલીત સરકારી શાળા છે, જે ધોરણ -૯-૧૦ ટેકનીકલ વિષયો સહિત તથા ધોરણ ૧૧-૧૨ સાયન્સ, આર્ટ્સ અને કોમર્સનું ખુબ જ ઓછી ફી માં શ્રેષ્ઠ શિક્ષણ આપતી શાળા છે. આ શાળામાં ઉચ્ચ શિક્ષણ ધરાવતા યુવા શિક્ષક બિગ્રેડ અને અનુભવી શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ અપાઇ રહ્યું છે.
આ મહાશાળામાં શૈક્ષણીક કાર્યની ગુણવત્તા જળવાય એ હેતુસર આચાર્ય તરીકે સરકાર દ્વારા બે વર્ષ પહેલા વર્ગ-૨ ના અધિકારીને નિમવામાં આવેલા હતા. જેઓની કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન હેઠળ ગ્રામ્યકક્ષાએ માધ્યમિક શિક્ષણના સ્તરમાં સુધારો લાવવાના શુભ આશયથી શિક્ષણના જાહેર હિતમાં મોરબી જિલ્લાના માળીયા તાલુકાના મોટીબરાર ખાતે આવેલી મોડેલ સ્કુલમાં બદલી કરવામાં આવતા વચગાળાની વ્યવસ્થાના ભાગરૂપ આ મહાશાળાના સૌથી સિનિયર શિક્ષકને આચાર્યનો ચાર્જ સોપાયો હતો.
સરકાર દ્વારા આ શાળામાં આચાર્યની નિમણૂંક થાય ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થાના ભાગરૂપ શિક્ષણના હિતમાં ધી વી.સી. ટેકનિકલ હાઈસ્કુલની ગુણવત્તા જળવાઈ રહે એવા શુભ-આશય અને પહેલવૃતીથી આ મહાશાળાનું શૈક્ષણીક કાર્ય જિલ્લા શિક્ષણાધિકારી (વર્ગ-૧) ની સીધી દેખરેખ હેઠળ થાય એ હેતુસર જિલ્લા શિક્ષણાધિકારી (વર્ગ-૧) દ્વારા દત્તક લેવાનો નિર્ણય કરાયો છે.



