ગૂગલ મેપ એપનો ઉપયોગ કરી શાતીર તસ્કરોએ વાંકાનેરના પેલેસને બનાવ્યું’તું નિશાન

વાંકાનેરના રણજીત વિલાસ પેલેસમાં ચાર માસ અગાઉ થયેલ ચોરી મામલે તપાસ ચલાવતી મોરબી એલસીબી ટીમે ચોરી થયેલ તમામ મુદામાલ રીકવર કરવામાં સફળતા મળી છે

વાંકાનેરના રણજીત વિલાસ પેલેસમાં તા. ૧૬-૦૭ થી ૧૯-૦૭ દરમિયાન તસ્કરોએ કીમતી રાજાશાહી વખતની કુલ ૩૪ લાખની કીમતી ચીજવસ્તુઓની ચોરી કરી નાસી ગયા હતા જેમાં એલસીબી ટીમે દિલ્હી અને મહારાષ્ટ્રમાંથી ઝડપી લીધા બાદ ઝડપાયેલા આરોપીએ કરેલ કબુલાતને પગલે ટીમ દિલ્હી પહોંચી હતી જ્યાં ખીમાંબેન શ્રવણ અને તેના દીકરા સુનીલ શ્રવણ દેવીપુજકને માલ વેચ્યો હતો જે બંને આરોપીએ દિલ્હી ખાતે ચાંદની ચોકમાં આવેલ પ્યારેલાલ કપૂર નામની દુકાનના વેપારીને વેચ્યો હતો જેથી મોરબી એલસીબી ટીમ દિલ્હી પહોંચીને વેપારી મનીષ દર્શાનલાલ કપૂરને ત્યાં તપાસ કરતા મુદામાલના ટુકડા ઓગાળી ચાંદીની નાની મોટી દસ પ્લેટો ઇંટો બનાવી હતી જે ૩૦ કિલો ૪૨૫ ગ્રામ ચાંદી કીમત ૭,૬૦,૬૨૫ નો ૧૦૦ ટકા મુદામાલ રીકવર કરવામાં સફળતા મળી છે

આરોપીઓ પૈકી રવિ વિઠ્ઠલ નામના શખ્શે પેલેસમાં ચોરી કરવાનો પ્લાન બનાવી નાસિકથી વાંકાનેર આવી ગૂગલ મેપ મોબાઈલ એપ્લીકેશનની મદદથી વાંકાનેર રણજીત વિલાસ પેલેસ અને આજુબાજુની જગ્યાની માહિતી મેળવી પેલેસની પાછળ ડુંગરાળ અને ઝાલી વિસ્તારમાં જઈને વરસાદ ચાલુ હોય તેનો લાભ લઈને રાત્રી દરમિયાન પેલેસમાંથી ચોરી કરી દિવસ દરમિયાન પેલેસ પાછળના વિસ્તારમાં ખોટી વસ્તુ હોય તે તોડીને ફેંકી દીધી હતી અને કીમતી વસ્તુ થેલીમાં ભરી લઇ ગયાની કબુલાત આપી છે

Comments
Loading...
WhatsApp chat