સોશ્યલ મીડિયાનો સદુપયોગ : કલેકટર દ્વારા બેંક એકાઉન્ટનો પ્રશ્ન એક જ દિવસમાં ઉકેલાયો

રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને મંત્રી મંડળના સભ્યો, સનદી અધિકારી તેમજ જીલ્લા કલેકટર સહિતના અધિકારીઓની બેઠક મળી હતી જેમાં લોકોના પ્રશ્નો ત્વરિત અને સંવેદનાપૂર્વક ઉકેલવા માટે વહીવટી કામગીરીને ઝડપી અને પારદર્શકતા સાથે લોકાભિમુખ બનાવવા ભાર મુક્યો હતો જેને મોરબી જીલ્લા કલેકટર આર.જે.માકડિયાએ ત્વરિત લોકપ્રશ્ન ઉકેલી શિબિરમાં મળેલી શીખને સાર્થક કરી બતાવી છે.

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના ગારીયા ગામના રહીશ દિવ્યરાજસિંહ વાળા અગાઉ ખાનગી બેંકમાં નોકરી કરતા હતા અને હાલ પોતાના વતન ગારીયામાં ખેતી સાંભળી રહ્યા છે જેમને વાંકાનેર પ્રતાપ ચોક ખાતેની રાષ્ટ્રીયકૃત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં સેવિંગ ખાતું ખોલાવવા બ્રાંચ મુલાકાત લીધી હતી અને ખાતું ખોલાવવા માટેનું ફોર્મ જરૂરી આધાર પુરાવા સાથે રજુ કરવા છતાં એક માસથી તેઓ બેંકના ધક્કા ખાતા હતા પરંતુ બ્રાંચ મેનેજર કોઈને કોઈ બહાના બતાવી તેમનું ફોર્મ સ્વીકારતા ના હતા જેથી તેમણે વાંકાનેર મામલતદાર અને એસબીઆઈના નોડલ ઓફિસરને રજૂઆત કરી તેઓએ પણ બ્રાંચ મેનેજરને યોગ્ય કરવા જણાવ્યું હતું છતાં ફોર્મ સ્વીકારવાની ના પડી હતી

જેથી યુવાને સોશ્યલ મીડિયાના માધ્યમથી તેમના ભાઇના ટ્વીટર પર રજુ થયેલ પ્રશ્ન હંમેશા લોક પ્રશ્નના ઉકેલ માટે તત્પર રહેતા મોરબી જિલ્લા કલેકટર આર.જે.માકડીયાના ધ્યાને આવતા તેઓએ તુરંત સોશ્યલ મીડીયાના માધ્યમથી વાંકાનેર પ્રાંતને ધ્યાન પર મુકી આ લોક પ્રશ્નનો તુરંત નિકાલ કરવા જરૂરી સુચનાઓ આપી હતી અને કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જે આદેશ અન્વયે વાંકાનેર પ્રાંત અધિકારી જીજ્ઞાશાબેન ગઢવીએ તેઓના તાબા હેઠળના અધિકારીને સબંધિત એસ.બી.આઇ. બ્રાન્ચનો સંપર્ક કરવા અને શા કારણોસર સેવીંગ ખાતુ ખોલી આપવામાં નથી આવતુ તે અંગે સબંધિત બેંક અધિકારી પાસેથી જાણકારી મેળવી અને બેંક અધિકારીને તુરંત આ પ્રશ્ન અંગે ધટતુ કરવા સુચનાઓ આપતા બ્રાન્ચ મેનેજરે ટેલીફોન દ્વારા દિવ્યરાજસિંહનો સંપર્ક કરી ખાતુ ખોલવા માટેનું ફોર્મ બેંકમાં પહોચતું કરવા અને ફકત બે દિવસમાં તેઓનું ખાતુ ખુલી જશે તેવી તેઓને ખાત્રી આપવામાં આવી હતી.

આમ જે પ્રશ્ન છેલ્લા એક માસથી ધકકા ખાવા છતા ઉકેલાતો ન હતો તે પ્રશ્ન કલેકટર આર.જે. માકડીયાએ ફકત એક જ દિવસમાં ઉકેલી નાખ્યો હતો. આ પ્રશ્ન ઉકેલી જવાથી દિવ્યરાજસિંહ વાળા કલેકટર આર.જે માકડીયાનો ખુબ ખુબ આભાર માનવા સાથે વહીવટી તંત્રની ત્વરીત પ્રશ્ન હલ કરવાની કાબેલીયાતને હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.

Comments
Loading...
WhatsApp chat