હળવદની મેઈન બજારમાં શૌચાલયમાં ગંદકી મામલે સદસ્યની રજૂઆત બાદ તાકીદે સફાઈ કરવામાં આવી

 

હળવદ મેઈન બજારમાં આવેલ શૌચાલયમાં બેફામ ગંદકી મામલે વોર્ડ ૦૫ ના સદસ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી હોય જે રજૂઆતન પગલે ગણતરીની કલાકોમાં શૌચાલય સફાઈની કામગીરી કરવામાં આવી હતી

હળવદમાં આવેલ વિવિધ શૌચાલય જેવી કે ધાંગધ્રા દરવાજાની બાજુમાં આવેલ જાહેર શોચાલય  તેમજ નગરપાલિકા પાસે આવેલ શોચાલય અને દરબાર નાકે  આવેલ શોચાલય આઈટીઆઈ પાસે આવેલ શોચાલય  છેલ્લા ઘણા સમયથી સાફ સફાઇના અભાવે વેપારીઓ તેમજ દુકાનદારોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી જે બાબતે અનેક વાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી તેનો નિકાલ આવ્યો ન હતો.

ત્યારે મંગળવારે બપોરે વોડ નંબર પાંચના કોર્પોરેટર સતિષભાઈ પટેલ હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાને જોરદાર રજૂઆત કરતા તાત્કાલિક ધોરણે હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા હુકમ કરી તાત્કાલિક ધોરણે શોચાલય સાફ સફાઈ કરાવી અને આગામી દિવસમાં મરામત અને રંગ-રોગાન કરવાની ખાતરી આપી હતી. આ પ્રજાલક્ષી કામગીરી કરાવા માટે   કોર્પોરેટર સતિષભાઈ પટેલ નો‌ વેપારીઓ  આભાર વ્યક્ત કર્યો હતો.

Comments
Loading...
WhatsApp chat